રાજકોટઃ સાવરકુંડલામાં મીઠાઈની દુકાન ધરાવતા વેપારીએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો. જે અંગે પોલીસે ઊંચા વ્યાજે નાણાં આપી પઠાણી ઉઘરાણી કરી મરવા મજબૂર કરનારા ભાજપ ઉપપ્રમુખ ભાવેશ વિકમાની ધરપકડ કરી હતી.
પોલીસને તપાસમાં સ્યૂસાઇડ નોટ મળી હતી, જેમાં વેપારીએ 8 વ્યાજખોરોનાં નામ લખ્યાં હતાં, જેમના ત્રાસથી કંટાળીને તેમણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું. જેના આધારે તેમના પુત્રએ સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

