સુરતમાં ભાજપ વોર્ડ મહામંત્રી અને તેના મિત્રનો યુવતી પર ગેંગરેપ

Wednesday 21st May 2025 06:18 EDT
 
 

સુરતઃ વેડ રોડ વિસ્તારમાં રહેતી યુવતી સોશિયલ મીડિયા મારફતે બે યુવકો આદિત્ય ઉપાધ્યાય અને ગૌરવસિંહના પરિચયમાં આવી હતી. ભાજપના વોર્ડ-8ના મહામંત્રી આદિત્યએ યુવતીને ફરવા લઈ જવાના બહાને કારમાં બેસાડી હતી, આ દરમિયાન કારમાં કોલ્ડડ્રિંક્સમાં કેફી પીણું પીવડાવતાં યુવતી બેશુદ્ધ થઈ ગઈ હતી. યુવતીની બેશુદ્ધિનો લાભ લઈ આદિત્ય યુવતીને હોટેલમાં લઈ ગયો હતો, જ્યાં ગૌરવસિંહ  અને આદિત્યએ હોટેલમાં આ યુવતી પર વારાફરથી ગેંગરેપ કર્યો હતો. ભોગ બનનારી યુવતીએ આ મામલે જહાંગીરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બંને યુવકો સામે ગેંગરેપનો ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરાઈ છે.


comments powered by Disqus