હીરલબાના સાગરીતોના એકાઉન્ટમાં ડિજિટલ એરેસ્ટના કરોડો રૂપિયા જમા થયા

Wednesday 21st May 2025 06:18 EDT
 
 

કુતિયાણાઃ પોરબંદરમાં હીરલબા જાડેજા અને તેના 5 સાગરીતો સામે સાઇબર ક્રાઇમનો ગુનો નોંધાયા બાદ જિલ્લા પોલીસવડાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને આ ટોળકીનું ડિજિટલ એરેસ્ટ આચરતી ગેંગ સાથે કનેક્શન હોવાની હકીકતો સામે આવી છે.
પોરબંદર જિલ્લા પોલીસવડા ભગિરથસિંહ જાડેજાએ જણાવ્યું કે, હીરલબા વિરુદ્ધ 70 લાખની લેતી-દેતી મામલે 3 લોકોને ગોંધી રાખવાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં મળેલા કેટલીક બેન્કના દસ્તાવેજોની તપાસ કરતાં હીરલબા સાથે સંકળાયેલા 5 લોકોના 14 ખાતામાં છેતરપિંડીથી મેળવેલા રૂ. 35.70 લાખ ટ્રાન્સફર થયા હતા અને 14 પૈકી 10 ખાતાનું એડ્રેસ પણ હીરલબાનું જ હતું. આમ હીરલબા તથા તેના માણસો હિતેશ ઓડેદરા, પાર્થ સોનઘેલા. મોહન વાજા, અજય ચૌહાણ અને ડ્રાઇવર રાજુ મેર સામે ગુનો નોંધાયો હતો.
ડિજિટલ એરેસ્ટના રૂ. 3.96 કરોડ પૈકી અમુક નાણાં ટ્રાન્સફર થયાં હતાં, જેમાં એવું સામે આવ્યું છે કે કર્ણાટકમાં 46 વર્ષની મહિલાને ડિજિટલ એરેસ્ટ કરીને રૂ. 1.30 કરોડ, આંધ્રપ્રદેશના 80 વર્ષના વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરીને રૂ. 1.10 કરોડ પડાવાયા હતા. ઉપરાંત કર્ણાટકમાં રોકાણ કરવાના નામે એક વ્યક્તિ સાથે રૂ. 1.59 કરોડની છેતરપિંડી કરાઈ હોવાનું સામે આવ્યું છે.


comments powered by Disqus