સુરતઃ મોટા વરાછામાં એક વેપારી યુવાને પૂર્વ પત્ની અને તેના પ્રેમીના ટોર્ચરથી આપઘાત કરી લીધાનો કિસ્સો સામે આવ્યો છે. આપઘાત બાદ મળેલી સ્યૂસાઇડ નોટ અને મૃતકે બનાવેલા અંતિમ વીડિયોના આધારે પોલીસે પૂર્વ પત્ની શીતલ, તેના પ્રેમી મોહસીન મેમણ અને તેનાં 10 સ્ત્રી-પુરુષ મિત્રો વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો. એ પૈકી શીતલ અને મોહસીનની પોલીસે ધરપકડ કરી છે.
જયદીપે ઝેરી દવા પી આપઘાત કરતા પહેલાં બનાવેલો અડધા કલાકનો વીડિયોમાં તેને મરવા મજબૂર કર્યો ત્યાં સુધીનું રડતાં-રડતાં વર્ણન કર્યું છે. આ સાથે જ વડાપ્રધાન મોદીને પુરુષો માટે પણ કાયદો બનાવવાની અપીલ કરી છે, જેથી પુરુષોને મરીને સાચા હતા એવું પ્રૂવ ન કરવું પડે એવું પણ જણાવ્યું છે.
‘બધાથી હારી ગયો છું’
વીડિયોમાં જયદીપે જણાવ્યું કે, મને માફ કરજો, હું હારી ગયો છું, શીતલે મારી લાઇફ બગાડી નાખી. હવે મારામાં હિંમત નથી. આ લોકો મને મારે છે. મારા ઘરે આવીને મમ્મી-પપ્પા, બહેનને ધમકી આપે છે. મારામાં હિંમત નથી, મને મરવા સુધી મજબૂર કર્યો. હું હારી ગયો છું.