STના મુસાફરો બસનું લાઇવ લોકેશન જાણી શકશે

Wednesday 22nd January 2025 04:52 EST
 
 

ગાંધીનગરઃ ગુજરાતમાં એસટી નિગમની તમામ 8 હજાર બસોમાં લાઇવ ટ્રેકિંગ સિસ્ટમ શરૂ કરાતાં 7.50 લાખ મુસાફરોએ તેનો ઉપયોગ શરૂ કર્યો છે. જેમાં કોઈપણ મુસાફર તેની બસનું લાઇવ લોકેશન જાણી શકશે. ગુજરાત એસટી અન્ય રાજ્યમાં અને તમામ જિલ્લાઓમાં જાય છે. એસટી નિગમે પહેલાં ઓનલાઇન પેમેન્ટનું ઓપ્શન અપનાવ્યું છે અને હવે બસ ક્યાં પહોંચી છે તે જાણી શકાશે. લાઇવ ટ્રેકિંગ મોબાઇલ એપ્લિકેશનમાં મુસાફરો બસ નંબર અથવા PNR નંબરની મદદથી બસનું લાઇવ લોકેશન જોઈ શકે છે. એપ્લિકેશનમાં મુસાફર બેસવા અને ઉતારવાની વિગતો ભરી તે રૂટ પર સંચાલિત તમામ બસોનું લાઇવ લોકેશન મેળવી શકે છે.


comments powered by Disqus