અમદાવાદઃ ગરીબ દર્દીઓના ખોટાં ઓપરેશન કરીને પીએમજેએવાય યોજના હેઠળ સરકાર પાસેથી કરોડો રૂપિયા સેરવી લેનાર કુખ્યાત ખ્યાતિ હોસ્પિટલનો ચેરમેન કાર્તિક પટેલ છેવટે પોલીસના હાથે ઝડપાયો છે. વિદેશથી પરત આવેલા કાર્તિકની શુક્રવારે મોડી રાત્રે અમદાવાદ પોલીસે એરપોર્ટ પર ધરપકડ કરી છે. કાર્તિક પટેલ પત્ની સાથે 15 દિવસ ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ ફર્યો હતો, તથા 2 મહિનાથી દુબઈમાં રોકાયો હતો. ધરપકડ બાદ પોલીસે તેનો પાસપોર્ટ અને નવો ખરીદેલો મોબાઇલ કબજે કર્યો હતો. એ સિવાય તેની પાસેથી કોઈપણ પ્રકારના ડિજિટલ કે કોઈ દસ્તાવેજ મળ્યા નથી.
પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના હેઠળ કરોડોની કમાણીનું કૌભાંડ ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન, ડાયરેક્ટર, ડોક્ટર સહિત 9 જણની ટોળકીએ કર્યું હતું. આરોપી ચેરમેન કાર્તિક પટેલ બીમાર પત્નીની સારવાર કરાવવી જરૂરી હોઈ શુક્રવારે મોડી રાત્રે દુબઈથી એમિરેટ્સની ફલાઇટમાં મોડી રાત્રે 1:30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવતાં તેની ધરપકડ કરાઈ હતી.
ક્રાઇમબ્રાન્ચના ડીસીપી અજિત રાજિયાણનું કહેવું છે કે, કાર્તિક પટેલ ઓસ્ટ્રેલિયા હતો ત્યારથી અમારી વોચ હતી. કાર્તિક પટેલ વિરુદ્ધ અત્યાર સુધીમાં ઈડી સહિત કુલ 5 ફરિયાદ છે અને તેને આ કેસમાં લાંબા સમય સુધી જેલમાં રહેવું પડી શકે છે. છતાં તે સલાહ અને સપોર્ટ માટે પૂરતા પ્રયાસ કરીને જ આવ્યો હોવાનું પણ પોલીસ માની રહી છે.
પોલીસની ખાતરી બાદ જ કાર્તિક આવ્યો
પીએમજેએવાય યોજના હેઠળ સરકાર સાથે કરોડોની ઠગાઈમાં ખરડાયેલી ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન 65 દિવસ પછી અચાનક અમદાવાદ કેમ આવ્યા તે સૌથી મહત્ત્વનો પ્રશ્ન છે. પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર 4 દિવસથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ કાર્તિક પટેલ સાથે વાટાઘાટો ચલાવી રહ્યા હતા. પોલીસ તરફથી કોઈ હેરાનગતિ કરવામાં નહીં આવે કે મારઝૂડ કરવામાં નહીં આવે તેવી ખાતરી મળ્યા પછી કાર્તિક પટેલ દુબઈથી પાછો આવતાં તેની ધરપકડ કરાઈ હતી. વિદેશ ફરાર થયેલા
કાર્તિક પટેલ વિરુદ્ધ લૂકઆઉટ નોટિસ પણ બહાર પડાઈ હતી.

