ગાંધીનગરઃ રાજય સરકાર દ્વારા વિધાન સભાનું બજેટ સત્ર તા. 19મીએ ફેબ્રુઆરીએ મળશે અને 20મીએ વર્ષ 2025- 26નું બજેટ રજૂ કરાશે. રાજય સરકારનું મુખ્યત્વે ફોક્સ ચાલુ યોજનાઓમાં વધારો કરવાનું રહેશે. જો કે,જે રીતે અન્ય રાજયોમાં મહિલાઓ માટેની યોજનાઓ જે રીતે મુકી છે તે જોતા તેવી યોજના કરતા મહિલાઓની ચાલુ યોજનાઓમાં વધારો કરાશે ઉપરાંત અન્ય ચાલુ યોજનાઓનુ પણ કદ વધારવામાં આવે તેવી શક્યતા છે. આમછતા બજેટનું કદ 10થી 15 ટકા વધશે તે ચોક્કસ છે,પણ મુખ્યત્વે રાજય સરકારનુ ફોક્સ એમલીકરણમાં હોવાથી નવી યોજનાઓ કરતા ચાલુ યોજનાઓમાં વધારો કરાય તેવી શકયતાઓ સુત્રોએ વ્યકત કરી હતી. રાજય સરકાર દ્વારા ગયા વર્ષે 3 લાખ 32 હજાર અને 465 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.

