ગુજરાતમાં HMPVનો સાતમો કેસ, 69 વર્ષીય મહિલા પોઝિટિવ

Wednesday 22nd January 2025 04:52 EST
 
 

અમદાવાદઃ શ્વાસોશ્વાસની બીમારી સંબંધિત હ્યુમન મેટાન્યૂમો વાઇરસ (HMPV)નો વધુ એક કેસ ગુજરાતમાં નોંધાયો છે. વિજાપુરની 36 વર્ષીય મહિલાનો ટેસ્ટ પોઝિટિવ આવતાં તે હાલ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
મહેસાણા જિલ્લાના વિજાપુરનાં મહિલાને કફ અને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. આ સમસ્યામાં વધારો થતાં તેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. આ મહિલાની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નહીં હોવાનું સામે આવ્યું છે. ગુજરાતમાં આ સાથે જ એચએમપીવીના કુલ કેસ વધીને 7 થયા છે. જેમાં બે માસના બાળકથી માંડીને 80 વર્ષના વૃદ્ધ દર્દીનો સમાવેશ થાય છે.
જાહેર આરોગ્યના અધિક નિયામક ડો. નીલમ પટેલે જણાવ્યું કે, ‘આરોગ્ય વિભાગના દાવા અનુસાર ગુજરાતમાં એચએમપીવીના અગાઉના તમામ 6 દર્દી સાજા થઈ ગયા છે. હિંમતનગરમાં એચએમપીવી સંક્રમિત 8 વર્ષનો બાળક જે વેન્ટિલેટર પર હતો તે પણ થોડા દિવસ અગાઉ સ્વસ્થ થતાં રજા આપી દેવાઈ છે.’


comments powered by Disqus