ચાણસ્મા રબારીવાસમાં આવેલા 1200 વર્ષ પ્રાચીન ગોગા મહારાજ મંદિરના ગર્ભગૃહને સવા કિલો સોનાથી મઢવામાં આવ્યું છે. ગર્ભગૃહની દીવાલો તેમજ તોરણ અને સ્તંભો પર સુંદર ડિઝાઇન બનાવાઈ છે. રવિવારે રજતજયંતી મહોત્સવના પૂર્ણાહુતિ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સોનાની પાઘડી પહેરાવી સન્માન કરાયું હતું.

