મા અંબાને માઇભક્તે 100 ગ્રામ સોનાનો હાર ભેટ ધર્યો

Wednesday 22nd January 2025 04:51 EST
 
 

ખેડબ્રહ્માઃ યાત્રાધામ અંબાજીમાં રવિવારે નડિયાદના માઇભક્તે મા અંબાનાં ચરણોમાં રૂ. 7.65 લાખનો 100 ગ્રામ સોનાનો હાર અને બુટ્ટી ભેટ ધરી હતી. નિવૃત્ત શિક્ષકે પરિવાર સાથે આવી માતાજીના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. યાત્રાધામ અંબાજી મંદિરને સુવર્ણમય બનાવવા માટે શ્રી આરાસુરી અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સોનાનું દાન કરવા માટે માઇભક્તોને ટહેલ કરવામાં આવી છે. જ્યાં શ્રદ્ધાળુઓ દ્વારા સોનાના દાનની સરવાણી વહી રહી છે. 


comments powered by Disqus