ઉત્તરાખંડની કેબિનેટની યુસીસીની નિયમાવલીને મંજૂરી

Wednesday 22nd January 2025 04:51 EST
 
 

ઉત્તરાખંડ કેબિનેટે સોમવારે સમાન નાગરિકો સંહિતા (યુસીસી)ના મેન્યુએલને મંજૂરી આપી દીધી હતી. હવે તેને ટૂંક સમયમાં જ રાજ્યમાં લાગુ કરી દેવામાં આવશે.

• શરદ પવારને આંચકોઃ મહારાષ્ટ્રમાં એસપીના વડા શરદ પવારને મોટો આંચકો લાગ્યો છે. તેમના જૂથના ધારાસભ્ય
સતિષ ચવ્હાણે અજિત પવારના નેતૃત્વમાં લાગી ગયા છે.

• બોયફ્રેન્ડની હત્યા કરનારી મહિલાને મોતની સજાઃ કેરળમાં બૉયફ્રેન્ડને ઝેર આપીને મારવા બદલ દોષિત મહિલાને કોર્ટે મોતની સજા સંભળાવી છે. નેયષ્ટિનકારા એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટે કહ્યું કે આ અતિ દુર્લભ કેસ છે.

• બેંગલુરુમાં નવું US કોન્સ્યુલેટ ખુલ્લું મુકાયુંઃ વિદેશમંત્રી જયશંકર અને અમેરિકી રાજદૂત એરિક ગાર્સેટીએ શુક્રવારે બેંગલુરુમાં નવું યુએસ કોન્સ્યુલેટ ખુલ્લું મૂક્યું.

• રાહુલ ગાંધીની વ્હાઇટ ટી- શર્ટ મૂવમેન્ટઃ રાહુલ ગાંધીએ નાગરિકોના અધિકારોની તરફેણ કરી 'વ્હાઇટ ટી-શર્ટ મૂવમેન્ટ' શરૂ કરવા જાહેરાત કરી. આ સાથે રાહુલ ગાંધીએ સરકાર ગરીબોની અવગણના કરતી હોવાનું કહ્યું

• તેજસ્વી યાદવ RJDના નવા સુપ્રીમોઃ તેજસ્વી યાદવ હવે બિહારમાં આરજેડીના નવા બોસ બનશે. હવે આરજેડીમાં તેજસ્વીનો યુગ શરૂ થયો છે. શનિવારે યોજાયેલી કારોબારી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો.

• 67 ટકા વિસ્થાપિત કાશ્મીરી પંડિતોની ખીણમાં સંપત્તિઃ 1990માં કાશ્મીરથી સ્થળાંતરિત થયેલા કાશ્મીરી પંડિતોમાંથી મોટાભાગના પરત જવા માગે છે. કાશ્મીરમાં 67 ટકા વિસ્થાપિત પંડિતો પોતાની સંપત્તિ ધરાવે છે.

• કર્ણાટકના મુખ્યમંત્રીની રૂ. 300 કરોડની સંપત્તિ જપ્તઃ ઇડીએ મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સિદ્ધારમૈયાની રૂ.300 કરોડથી વધુ કિંમતની 140થી વધુ મિલકતો ટાંચમાં લીધી છે.


comments powered by Disqus