નવી દિલ્હી: સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી 4 એપ્રિલ સુધી યોજાશે. નાણામંત્રી નિર્મલા સીતારામન 1 ફેબ્રુઆરીએ સતત આઠમું બજેટ રજૂ કરશે. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ લોકસભા અને રાજ્યસભાના સંયુક્ત સત્રનું સંબોધન કરશે. એ પછી આર્થિક સરવેની સાથે સત્રની શરૂઆત થશે. બજેટ સેશનનો પ્રથમ ભાગ 31 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી સુધી રહેશે. તેમાં 9 બેઠકો યોજાશે. વડાપ્રધાન મોદી રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર પ્રસ્તાવ આપશે, તો નાણામંત્રી બજેટની ચર્ચાનો જવાબ આપશે. એ પછી સંસદ બજેટ દરખાસ્તોની ચકાસણી માટે વિરામ લેશે અને મંત્રાલયોની અનુદાન માટેની માગ પર ચર્ચા થશે.

