EDનો સપાટોઃ લખનઉમાં નેશનલ હેરોલ્ડની બિલ્ડિંગ ટાંચમાં લીધી

Tuesday 22nd April 2025 07:02 EDT
 
 

લખનઉઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી વિરુદ્ધ નેશનલ હેરોલ્ડ કેસમાં દાખલ કરાયેલી ચાર્જશીટને કારણે ઉદ્ભવેલા વિવાદ વચ્ચે લખનઉમાં પણ ED એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મોટું એક્શન લીધું છે. દિલ્હીની ED ટીમે લખનઉના કૈસરબાગ સ્થિત નેશનલ હેરોલ્ડ સાથે જોડાયેલા એક કોમર્શિયલ કોમ્પ્લેક્સને જપ્ત કરી લીધું છે, જેની કિંમત લગભગ રૂ. 64 કરોડ છે. EDએ ઓફિસને ગેરકાયદે સંપત્તિ જાહેર કરી છે. આ પગલાં એવા સમયે લેવાયાં છે, જ્યારે ED વિરુદ્ધ લખનઉ સહિત તમામ જિલ્લા વડામથકોએ કોંગ્રેસ દ્વારા ધરણાં અને પ્રદર્શનો યોજવામાં આવ્યાં હતાં.
EDની આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કરાઈ છે. નોટિસમાં લખાયું હતું કે, આ સંપત્તિ ગેરકાયદે કમાયેલી સંપત્તિની કેટેગરીમાં આવે છે, જેને EDએ જપ્ત કરી છે. નોટિસની સાથે જ નેશનલ હેરોલ્ડનું લખનઉસ્થિત કાર્યાલય બંધ કરી દેવાયું છે અને સમગ્ર કોમ્પ્લેક્સને તાળું મારી દેવાયું છે.
ભાજપનું જુઠ્ઠાણું ખુલ્લું પાડીશુંઃ ખડગે
નેશનલ હેરોલ્ડ કેસમાં સોનિયા અને રાહુલ ગાંધીનું નામ આરોપી તરીકે છે. ત્યારે કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરવાનો આક્ષેપ કર્યો છે. આ સાથે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ આ કેસમાં ભાજપનું જુઠ્ઠાણું ખુલ્લું પાડીશું તેમ જણાવ્યું હતું. તેમણે પીએમ મોદી, શાહ અને આરએસએસ પર ડરાવવાના રાજકારણનો આક્ષેપ કર્યો હતો.
દેશભરમાં કોંગ્રેસ કાર્યકરોના દેખાવો
નેશનલ હેરોલ્ડ કેસમાં EDએ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે ચાર્જશીટ દાખલ કરી તેના વિરોધમાં બુધવારે દેશભરમાં કોંગ્રેસ કાર્યકરોએ EDની ઓફિસો બહાર દેખાવો કર્યા હતા.
ઈડીનો રોબર્ટ વાડ્રા ફરતે ગાળિયો
મની લોન્ડરિંગના 3 કેસમાં વાડ્રા સામે ચાર્જશીટ ઘડાઈ છે. આ અંગ બુધવાર અને ગુરુવારે તેમની પૂછપરછ કરાઈ, જેમાં ગુરુગ્રામ જમીન સોદા અંગે પૂછપરછ કરાઈ હતી. વાડ્રા સામે ત્રણેય મની લોન્ડરિંગ કેસમાં એકસાથે ચાર્જશીટ રજૂ કરાશે. વાડ્રા સામે બીજો કેસ સંજય ભંડારી સાથે કથિત શસ્ત્ર સોદાને લગતો છે, જેમાં ડિફેન્સ સોદામાં મળેલી રકમનો ઉપયોગ લંડનમાં પ્રોપર્ટી ખરીદવા કરાયો હોવાનો આરોપ છે. ત્રીજો કેસ બિકાનેર જમીન કૌભાંડમાં કરાયેલી પૈસાની હેરાફેરીનો છે. રોબર્ટ વાડ્રાએ હરિયાણાના ગુરુગ્રામમાં 2008ના જમીન સોદા સાથે જોડાયેલા મની લોન્ડરિંગના કેસમાં ED દ્વારા સમન્સ અને પૂછપરછની કામગીરીને રાજકીય કાવતરું કહ્યું છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી વિરુદ્ધ નેશનલ હેરોલ્ડ કેસમાં દાખલ કરાયેલી ચાર્જશીટને કારણે ઉદ્ભવેલા વિવાદ વચ્ચે લખનઉમાં પણ ED એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મોટું એક્શન લીધું છે. દિલ્હીની ED ટીમે લખનઉના કૈસરબાગ સ્થિત નેશનલ હેરોલ્ડ સાથે જોડાયેલા એક કોમર્શિયલ કોમ્પ્લેક્સને જપ્ત કરી લીધું છે, જેની કિંમત લગભગ રૂ. 64 કરોડ છે. EDએ ઓફિસને ગેરકાયદે સંપત્તિ જાહેર કરી છે. આ પગલાં એવા સમયે લેવાયાં છે, જ્યારે ED વિરુદ્ધ લખનઉ સહિત તમામ જિલ્લા વડામથકોએ કોંગ્રેસ દ્વારા ધરણાં અને પ્રદર્શનો યોજવામાં આવ્યાં હતાં.


comments powered by Disqus