અમરેલીમાં વધુ એક ટ્રેનિંગ સેન્ટરનું પ્લેન ક્રેશ: પાઈલટનું મોત

Wednesday 23rd April 2025 06:08 EDT
 
 

અમરેલીઃ ગિરિયા રોડ પર રહેણાક વિસ્તારમાં એક દુર્ઘટના ઘટી, જ્યાં ખાનગી કંપનીના પાઇલટ ટ્રેનિંગ સેન્ટરના પ્લેનનું ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં પાઇલટનું મોત થયું છે. પ્લેન ક્રેશ થયા બાદ બ્લાસ્ટ થતાં આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ મહેસાણાના એક ગામની સીમમાં પણ પ્લેન ક્રેશ થયું હતું.
ચાર વખત ટેકઓફ અને લેન્ડિંગ કર્યું
ડીવાયએએપી ચિરાગ દેસાઈએ જણાવ્યું કે, અમરેલીના ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ખાતે સિંગલ એન્જિન પ્લેન દ્વારા તાલીમ આપતી હોય, ત્યારે આ દિવસે અનિકેત મહાજને તાલીમ દરમિયાન લેન્ડિંગ એન્ડ સર્કિટ ટ્રેનિંગ દરમિયાન ચાર વખત ટેકઓફ કરી લેન્ડ કર્યા બાદ ફરી ટેકઓફ કર્યું ત્યારે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના શાસ્ત્રીનગર ખાતે કોઈપણ કારણસર તેનું પ્લેન ક્રેશ થયું હતું.
આ અંગે તાત્કાલિક તેમને કોલ આવ્યો હતો, સ્થળ પર પહોંચીને ફાયર, પોલીસ અને ટીમ ડિઝાસ્ટરની ટીમે એરિયા કોર્ડન કર્યો હતો અને અનિકેતને રેસ્ક્યૂ કરવા પ્રયત્નો કર્યા. જો કે અનિકેત મહાજનનું મૃત્યુ થયું હતું. પ્લેનમાં ટ્રેઇની અનિકેત એકલો હતો અને તે જ પ્લેન ઉડાવી રહ્યો હતો.


comments powered by Disqus