ગુજરાતમાં ભાજપ સંગઠન અને સરકારમાં રાજકીય ફેરફારોની હવા ચાલી રહી છે, તે પહેલાં ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલ આનંદીબહેન પટેલે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની ઔપચારિક મુલાકાત કરી હતી. આનંદીબહેન પટેલની રાજ્યપાલ તરીકેની ટર્મ ગયા જૂન માસમાં પૂરી થઈ હતી, જો કે તેમની મુદ્દત પૂર્ણ જાહેર કરાઈ નથી. તેઓ ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ લાંબા સમય સુધી પદ પર રહેનારાં રાજ્યપાલ બન્યાં છે.