આપ-કોંગ્રેસ ગઠબંધન તૂટ્યુંઃ વિસાવદર અને કડીની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ

Wednesday 23rd April 2025 06:08 EDT
 
 

ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની બે બેઠક વિસાવદર અને કડીની પેટાચૂંટણીમાં વિસાવદરમાં આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર જાહેર કરતાં કોંગ્રેસે પણ બંને બેઠક પર પોતાના ઉમેદવાર ઊભા રાખવાની જાહેરાત કરી છે. આમ કોંગ્રેસ અને આપનું ગઠબંધન તૂટતાં બંને બેઠક પર ત્રિપાંખિયો જંગ જામશે. રાહુલ ગાંધી બે દિવસ પહેલાં ગુજરાતની મુલાકાતે આવ્યા પછી કોંગ્રેસના પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિકે શુક્રવારે ગુજરાત પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠક બોલાવી હતી, જેમાં સંગઠનમાં યુવાનોને તક મળે અને જિલ્લા અને તાલુકા સ્તરે જઈને મોટા નેતાની હાજરીમાં કાર્યકરોના પક્ષમાં આ નિર્ણય લેવાયો હતો.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સંગઠન અને આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને એક્શનમાં આવી છે. પોલિટિકલ અફેર્સની બેઠકમાં પેટાચૂંટણી પછી 31 મે સુધી સંગઠનની પ્રક્રિયા પૂરી કરવાનો મુદ્દો ચર્ચાયો હતો. જેમાં સ્થાનિક સ્તરેથી અભિપ્રાય તટસ્થ આવે તેવો માહોલ ઊભો કરવાની વાત થઈ હતી. સ્થાનિક નેતાઓ કોઈની શેહશરમ કે સ્થાનિક નેતાના પ્રભાવમાં કોઈ અભિપ્રાય ન આપે તે જોવાની તાકીદ કરાઈ હતી. કાર્યકરો એકલા હાથે સત્તા મેળવી તેઓને પણ સાચો અભિપ્રાય મેળવવાની તાકીદ કરાઈ હતી.
કડીમાં જૂથવાદ પડકાર
કડી બેઠક પર એક બાબત બહાર આવી હતી કે, કડીમાં કોંગ્રેસ મજબૂત છે. કડીમાં કોંગ્રેસ માટે જીતવાની ઊજળી તક છે, પરંતુ સ્થાનિક સ્તરે જૂથવાદ હોવાથી કોંગ્રેસ હારે છે. આથી આ વખતે પેટાચૂંટણીમાં કોંગ્રેસ એક થઈને લડે તેવું વાતાવરણ ઊભું કરવાની પણ ચર્ચા થઈ હતી.


comments powered by Disqus