આવતા વર્ષે નર્મદા પરિક્રમાની તૈયારી વધુ હશે, અગવડ નહીં પડેઃ સંઘવી

Wednesday 23rd April 2025 06:08 EDT
 
 

ગાંધીનગરઃ પંચકોશી પરિક્રમામાં મુખ્યમંત્રી પછી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ 5 કલાકમાં 22 કિલોમીટર ચાલીને નર્મદાની પંચકોશી પરિક્રમા પૂર્ણ કરી હતી. રામપુરાના કીડીમકોડી ઘાટ ખાતેથી રાત્રે 2:30 વાગ્યે પંચકોશી પરિક્રમા શરૂ કરી હતી. પરિક્રમા પૂરી થયે સંઘવીએ કહ્યું હતું કે, આવતા વર્ષે આ પરિક્રમામાં જે પણ નવી જરૂરિયાત હશે એના માટે હું રિવ્યૂ બેઠક કરીશ અને જે પણ જરૂરિયાત આવતા વર્ષે પડશે એ પૂર્ણ કરીશું. પરિક્રમાર્થીઓને કોઈ તકલીફ પડી હોય તો હું માફી માગું છું. આવનારા સમયમાં પરિક્રમામાં વ્યવસ્થાનો વધારો કરીશું. ગૃહરાજ્યમંત્રી સંઘવીએ કીડીમકોડી ઘાટથી રેંગણ ઘાટ પરથી નાવડીમાં બેસીને નદી
પાર કરી હતી. રામપુરા પરત આવીને તેમણે રણછોડરાયજીનાં દર્શન કરી પરિક્રમા પૂર્ણ
કરી હતી.


comments powered by Disqus