ગાંધીનગરઃ ડ્રાય સ્ટેટ ગુજરાતમાં રાજ્ય સરકારે ગિફ્ટ સિટી માટે આ નિયમમાં છૂટછાટ આપી હતી, જેના પરિણામે સરકારને મોટી આવક થઈ છે. હવે રાજ્ય સરકાર દ્વારા ગિફ્ટ સિટીમાં વધુ છૂટછાટ જાહેર કરાઈ છે
ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓને લીકર પરમિટ મેળવવા પોતાની કંપનીના લેટરપેડની જરૂર નહીં રહે. જેની કંપની ગિફ્ટ સિટીમાં છે તેવા કર્મચારી આઇકાર્ડથી 2 વર્ષની પરમિટ મેળવી શકશે. કંપનીનો કર્મચારી પોતાની કંપનીના 5 મુલાકાતીને દારૂ પીવડાવી શકશે.