અમદાવાદઃ ગુજરાતથી પ્રકાશિત થતાં દૈનિક ગુજરાત સમાચારનાં ડિરેક્ટર અને ગુજરાતી પત્રકારત્વમાં મોટું યોગદાન આપનારાં સ્મૃતિબહેન શ્રેયાંસભાઈ શાહનું ગુરુવારે સાંજે નિધન થયું. સ્મૃતિભાભીના હુલામણા નામે અત્યંત લોકપ્રિય બનેલાં સ્મૃતિબહેને ગુજરાત સમાચારના મહિલા સાપ્તાહિક 'શ્રી'નું સુકાન 4 દાયકાથી વધુ સમય સુધી સંભાળ્યું હતું. સ્વભાવે સ્પષ્ટ વક્તા ગણાતાં સ્મૃતિભાભીની નિર્ણય લેવાની ક્ષમતા બેમિસાલ હતી. ગુજરાત સમાચાર પરિવાર માટે તેઓ સંકટમોચક ગણાતાં હતાં.