અમદાવાદઃ હવામાનની આગાહી કરતી સ્કાયમેટ પ્રમાણે આ ચોમાસામાં 103 ટકા સાથે ચોમાસું સામાન્ય જઈ શકે છે, જ્યારે ભારતીય હવામાન વિભાગ પ્રમાણે 105 ટકા સાથે ચોમાસું સામાન્યથી વધુ સારું રહી શકવાની શક્યતા છે. સ્કાયમેટ પ્રમાણે ચોમાસાને ખરાબ કરનારું અલનીનો આ વખતે સક્રિય નથી. ચોમાસા દરમિયાન પણ તે સક્રિય થવાની શક્યતા નથી. લા-નીનો થોડા સમય માટે એક્ટિવ થઈ હાલ ન્યુટ્રલ તરફ જઈ રહ્યું છે, જે ચોમાસા દરમિયાન પણ ન્યુટ્રલ રહેવાની શક્યતા છે.