ગુડ ફ્રાઇડે નિમિત્તે પ્રભુ ઈસુના બોધનું દર્શન, અનન્ય પ્રાર્થના...

Wednesday 23rd April 2025 06:08 EDT
 
 

પ્રભુ ઇસુને વધસ્થંભ પર ચડાવાયા તેની યાદમાં મનાવાતા ગુડ ફ્રાઇડે નિમિત્તે વિવિધ ચર્ચમાં વિશેષ પ્રાર્થના થઈ હતી. અમદાવાદની મિરઝાપુરસ્થિત સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં આ નિમિત્તે પ્રભુ ઇસુના જીવનચરિત્રની આ દૃશ્ય થકી ભજવણી કરાઈ હતી. ગુડ ફ્રાઇડે ઇશ્વરી શક્તિનો દિવસ છે, ક્રોસ ઇશ્વરી પ્રેમ-વિજયનું પ્રતીક છે તેવા પ્રભુ ઇસુના જીવન સંદેશાને આ દૃશ્યાવલિ દ્વારા પ્રસરાવાયો હતો. આ નિમિત્તે અમદાવાદમાં અનેક સ્થળે આ દૃશ્ય ભજવાયું હતું અને ઇસુના બલિદાનને યાદ કરાયું હતું.


comments powered by Disqus