ઝારખંડમાં રૂ. 1 કરોડના ઈનામી નક્સલી સહિત 8 ઠાર

Wednesday 23rd April 2025 07:02 EDT
 
 

રાંચીઃ ઝારખંડના બોકારોમાં રવિવારે સીઆરપીએફ અને કોબરા કમાન્ડોના સંયુક્ત અભિયાનમાં 8 નક્સલી માર્યા ગયા હતા. જેમાં એક કરોડનો ઇનામી નક્સલી પણ સામેલ હતો. લાલપનિયા વિસ્તારમાં લુગુ હિલ્સમાં સવારે આશરે 5 વાગ્યે ગોળીબાર શરૂ થયો હતો. મરનારા 8 નક્સલીમાં ઉગ્રવાદી સંગઠન સેન્ટ્રલ કમિટી સભ્ય પ્રયાગ માંઝી ઉર્ફે વિવેક, સ્પેશિયલ એરિયા કમિટી સભ્ય સાહેબરામ માંઝી ઉર્ફે અવિનાશ, ઝોનલ કમિટી સભ્ય અરવિંદ યાદવ ઉર્ફે રાહુલ માંઝી સામેલ છે. વિવેક પર રૂ. 1 કરોડ, અરવિંદ પર રૂ. 25 લાખ અને સાહેબરામ માંઝી પર રૂ. 10 લાખનું ઇનામ હતું. ડીજીપી અનુરાગ ગુપ્તાએ કહ્યું કે, આ અથડામણની સાથે વિસ્તારમાં તમામ માઓવાદી ગ્રૂપનો સફાયો થઈ ગયો છે.


comments powered by Disqus