અમદાવાદઃ ગૃહમંત્રાલયે અમદાવાદની બિનસરકારી સંસ્થા (NGO) ગિવ ફાઉન્ડેશનના ખાતાનું ફોરેન્સિક ઓડિટ કરવા આદેશ આપ્યો છે. થલતેજમાં રજિસ્ટર્ડ ગિવ ફાઉન્ડેશનનાં ડિરેક્ટર્સમાં ક્રિકેટર સચિન તેંડુલકરનાં સાસુ અન્નાબેલ આનંદ મહેતા પણ છે. ગૃહમંત્રાલય દ્વારા ભાગ્યે જ આવો આદેશ અપાય છે, એ જોતાં ગિવ ઇન્ડિયા સામે ગંભીર ફરિયાદો થઈ હોવાની અથવા દાનના નાણાંનો દુરુપયોગ કરાયો હોવાની શક્યતા છે.