દાઉદી વ્હોરા સમુદાયના પ્રતિનિધિમંડળે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી અને નવા વકફ કાયદાના અમલીકરણ માટે આભાર માન્યો હતો. વ્હોરા સમુદાયે આને એક ઐતિહાસિક પગલું ગણાવ્યું હતું. સમુદાયના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, આ તેમની લાંબા સમયથી માગ હતી, જે હવે પૂરી થઈ છે. દાઉદી વ્હોરા સમુદાયે પ્રધાનમંત્રીના ‘સબકા સાથ સબકા વિકાસ, સબકા વિશ્વાસ’ના વિઝન પર પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, તેઓ આ વિચાર સાથે જોડાયેલા છે.