સુરતઃ બુટલેગર માટે હવે દારૂની હેરાફેરી કરવા માટે સુરતથી ભાવનગર જતી રો-રો ફેરી એક સુરક્ષિત અને નવું માધ્યમ બની છે. દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સુધી દારૂ સપ્લાય કરવા માટે અત્યારે દારૂમાફિયા રો-રો ફેરીનો ઉપયોગ કરી રહ્યા છે. છેલ્લા ચાર મહિનામાં સ્ટેટ વિજિલન્સ અને સુરત પોલીસે રો-રો ફેરીથી સપ્લાય થનારા દારૂના ચાર કેસ કર્યા છે.
સામાન્ય રીતે સુરતથી ભાવનગર જવા દસ કલાકનો સમય લાગે છે, પરંતુ વગર કોઈ ચેકિંગે 4 કલાકમાં દારૂમાફિયા સુરતથી ભાવનગર રો-રો ફેરીના માધ્યમથી દારૂ સપ્લાય કરી રહ્યા છે.

