નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે જાણીતા ઉદ્યોગપતિ અને ટેસ્લા તથા સ્પેસએક્સના CEO એલન મસ્ક સાથે ફોન પર મહત્ત્વપૂર્ણ ચર્ચા કરી. આ વાતચીત દરમિયાન એવિએશન, ઇલેક્ટ્રિક વાહનો, નવીન ટેક્નોલોજી અને અવકાશ ક્ષેત્રે સહયોગની શક્યતા અંગે ચર્ચા કરવામાં આવી. તેમણે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, ભારત ટેક્નોલોજી અને નવીનતાના ક્ષેત્રમાં અમેરિકા સાથે ભાગીદારી મજબૂત કરવા પ્રતિબદ્ધ છે.
ટેસ્લા સાથે સ્ટારલિન્ક સ્થાપવા મસ્ક ઉત્સુક
આ વાતચીત એવા સમયે થઈ છે જ્યારે એલન મસ્કની કંપનીઓ ટેસ્લા અને સ્ટારલિન્ક ભારતમાં પ્રવેશ કરવાની તૈયારીમાં છે. ટેસ્લા ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન શરૂ કરવા માટે સરકાર સાથે વાર્તાલાપ કરી રહી છે. બીજી બાજુ સ્ટારલિન્ક ભારતમાં સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ સેવા શરૂ કરવા એરટેલ અને જિઓ જેવી કંપનીઓ સાથે ભાગીદારી કરવા માગે છે.
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે જાણીતા ઉદ્યોગપતિ અને ટેસ્લા તથા સ્પેસએક્સના CEO એલન મસ્ક સાથે ફોન પર મહત્ત્વપૂર્ણ ચર્ચા કરી. આ વાતચીત દરમિયાન એવિએશન, ઇલેક્ટ્રિક વાહનો, નવીન ટેક્નોલોજી અને અવકાશ ક્ષેત્રે સહયોગની શક્યતા અંગે ચર્ચા કરવામાં આવી. તેમણે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, ભારત ટેક્નોલોજી અને નવીનતાના ક્ષેત્રમાં અમેરિકા સાથે ભાગીદારી મજબૂત કરવા પ્રતિબદ્ધ છે.ટેસ્લા સાથે સ્ટારલિન્ક સ્થાપવા મસ્ક ઉત્સુકઆ વાતચીત એવા સમયે થઈ છે જ્યારે એલન મસ્કની કંપનીઓ ટેસ્લા અને સ્ટારલિન્ક ભારતમાં પ્રવેશ કરવાની તૈયારીમાં છે. ટેસ્લા ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન શરૂ કરવા માટે સરકાર સાથે વાર્તાલાપ કરી રહી છે. બીજી બાજુ સ્ટારલિન્ક ભારતમાં સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ સેવા શરૂ કરવા એરટેલ અને જિઓ જેવી કંપનીઓ સાથે ભાગીદારી કરવા માગે છે.