મહેસાણા ડેરી કૌભાંડમાં વિપુલ ચૌધરીની અરજી ફગાવાઈ

Wednesday 23rd April 2025 06:07 EDT
 
 

મહેસાણાઃ દૂધસાગર ડેરીના 1932 કર્મચારીઓના બોનસના બહાને રૂ. 14.80 કરોડનું કૌભાંડ આચરવાના કેસમાં પૂર્વ ગૃહ રાજ્યમંત્રી વિપુલ ચૌધરીની અરજી હાઇકોર્ટે ફગાવી દીધી છે. આ સાથે રૂ. 10 હજારનો દંડ પણ ફટકાર્યો છે. વિપુલ ચૌધરી સાથે તત્કાલીન ચેરમેન આશાબહેન ઠાકોર અને એન.જે. બક્ષી વિરુદ્ધ 3 મહિના પહેલાં સ્પેશિયલ એસીબી કોર્ટમાં ચાર્જફ્રેમ કરવાના નિર્ણયને પડકારતી કરાયેલી રિવિઝન અરજી પણ જસ્ટિસ એમ.આર. મંગડેએ ફગાવી દીધી હતી.


comments powered by Disqus