અમદાવાદ: મુખ્યમંત્રી કાર્યાલય (CMO) ફરી એક વખત વિવાદના વમળમાં સપડાયું છે. તેનું કારણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અંગત મદદનીશ નીલ પટેલની મુખ્યમંત્રી કાર્યાલયથી હકાલપટ્ટી. ઉલ્લેખનીય છે કે, ગુપ્ત માહિતી લીક કરવાના આરોપસર નીલ પટેલને છૂટા કરાયા છે. ચર્ચા મુજબ ભાજપ જિલ્લા પ્રમુખોનાં નામોની જાહેરાત પહેલાં જ નીલ પટેલે જિલ્લા પ્રમુખોની યાદી લીક કરી દીધી હતી. આ ઉપરાંત અન્ય ગુપ્ત માહિતી પણ લીક કરી હોવાનું કહેવાય છે. પેપર ફૂટી જતાં રાજ્યસભાના સભ્ય મયંક નાયક અને નિરીક્ષકોએ જિલ્લામથકે જઈને ભોઠા પડવાનો વારો આવ્યો હતો.