રાજકોટઃ મનપા સંચાલિત સિટી બસ ઇન્દિરા સર્કલ પર સવારે સિગ્નલ બંધ હોવાથી ઊભેલાં વાહનો પર માતેલા સાંઢની જેમ ત્રાટકી હતી. જેમાં 8 જેટલા વાહનોને ટક્કર મારી બે ક્લાર્ક સહિત ચાર લોકોને કચડી નાખતાં તેમનાં મોત થયાં હતાં, જ્યારે ચારને ઈજા થઈ હતી.
સિટીબસના ચાલકે બ્રેકને બદલે એક્સિલરેટર પર પગ મૂકી દેતાં બસ બેકાબૂ બનતાં અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક તારણ ડીસીપી દ્વારા દર્શાવાયું છે. ચાર નિર્દોષોનો ભોગ લેનારા બસ ડ્રાઇવર સામે ગાંધીગ્રામ પોલીસે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

