ભુજઃ મૂળ બળદિયાના અને હાલમાં યુકેસ્થિત દાતા શામજીભાઈ કરશન રાબડિયાએ તેમનાં પત્ની સ્વ. ધનબાઈ સામજી રાબડિયાના આત્મશ્રેયાર્થે ભુજની લાયન્સ હોસ્પિટલ દ્વારા ચાલતા સેવાકાર્ય માટે રૂ. 1.50 લાખનું દાન આપવામાં આવ્યું. દાતાના પુત્ર દેવજીભાઈ સામજીભાઈ રાબડિયાએ લાયન્સ હોસ્પિટલની રૂબરૂ મુલાકાત લઈ વિવિધ પ્રવૃત્તિ નિહાળી હતી, જેમને ચેરમેન ભરતભાઈએ જરૂરી માહિતી આપી હતી. દાતાએ રૂ. 1.50 લાખ અર્પણ કરી હોસ્પિટલની સેવાપ્રવૃત્તિ વધુ વિકસે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી.