લોકકલા સાધક પ્રાણજીવન પૈજાનું નટરાજ એવોર્ડ દ્વારા સન્માન

Wednesday 23rd April 2025 06:07 EDT
 
 

મોરબીઃ હનુમાન જન્મોત્સવ પર્વ નિમિત્તે કલાક્ષેત્રના સંગીત ગાયન, વાદન, નૃત્ય અને અભિનયક્ષેત્રે એવોર્ડ અર્પણ કરવામાં આવે છે, જેમાં લોકકલા સાધક પ્રાણજીવન બાબુલાલ પૈજાને મોરારિબાપુના હરસ્તે ઉચ્ચતર સન્માન "નટરાજ એવોર્ડ"થી  સન્માનિત કરાયા. ઉલ્લેખનીય છે કે, પ્રાણજીવનભાઈ બાબુલાલ પેજા શિક્ષણ, ગાયન, વાદન, નૃત્ય, અભિનયક્ષેત્રે સેવાકીય પ્રવૃત્તિ કરેલી છે. તે હેતુથી એમને નટરાજ એવોર્ડ દ્વારા તલગાજરડા મુકામે સન્માનિત કરાયા. તેઓને તાજેતરમાં રાજ્યપાલ દ્વારા પણ સન્માનિત કરવામાં આવ્યા હતા, તેમજ તેઓ અનેક એવોર્ડથી સન્માનિત થયેલા તથા તેમનું વિશ્વપ્રખ્યાત સ્વામી વિવેકાનંદ ભવાઈ ગ્રૂપ દેશ-વિદેશમાં કલાનાં કામણ પાથરી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરે છે.


comments powered by Disqus