વાવઃ દાંતામાં 12 વર્ષ બાદ 29 આદિવાસી પરિવારની ઘરવાપસી થઈ. 29 કોદરવી પરિવારના 300 જેટલા સભ્યોનું ગુરુવારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પુનર્વસન કરાવ્યું હતું. મોટા પિપોદરા ગામે 12 વર્ષ પહેલાં ‘ચડોતરું’ નામના કુરિવાજના કારણે આ પરિવારો અન્ય જગ્યાએ વિસ્થાપિત થયા હતા. સંઘવીએે ‘એકતા એ સમાજનો સાચો અવતાર, અંધકારનો ભાર’ તક્તિનું અનાવરણ કરી બે સમાજના આગેવાનોને એક કર્યા હતા અને વિસ્થાપિત આદિવાસીઓને કુમકુમ તિલક સાથે ગૃહપ્રવેશ કરાવ્યો હતો.