TRP ગેમઝોન અગ્નિકાંડમાં સૌથી ઝડપી 418મા દિવસે ચાર્જ ફ્રેમ

Wednesday 23rd July 2025 05:54 EDT
 
 

રાજકોટઃ TRP ગેમ ઝોન અગ્નિકાંડ કેસમાં ગુરુવારે કેસ ચાર્જફ્રેમ કરવામાં આવ્યો છે. આરોપી જયદીપ ચૌધરી દ્વારા મુદ્દત મગાતાં કોર્ટે આકરો દંડ કરવાનું કહેતાં તેણે અરજી પરત ખેંચી લીધી. ચાર્જ ફ્રેમ થઈ જતાં હવે સુનાવણી શરૂ કરાઈ, જેમાં હવે આગળ કયા સાક્ષીને પહેલા બોલાવવા એ અંગે જાણ કરાશે. રાજકોટ બાર કાઉન્સિલના પૂર્વ ઉપપ્રમુખ વકીલ સુરેશ ફળદુએ દાવો કર્યો છે કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં થયેલી ચકચારી દુર્ઘટનાની ઘટનામાં સૌથી ઝડપી ચાર્જ ફ્રેમ TRP અગ્નિકાંડ કેસમાં થયો છે. 25 મે 2024ના રોજ અગ્નિકાંડ થયો હતો અને હવે 17 જુલાઈએ ચાર્જ ફ્રેમ થયો છે. આમ 418 દિવસમાં ચાર્જ ફ્રેમ થઈ ગયો છે.
કેસમાં કુલ 16 આરોપી
ગત 16 જુલાઈ 2025ના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા મનપાના તત્કાલીન ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરના જામીન મંજૂર કરાયા હતા. ઉલ્લેખનીય છે કે ગેમઝોન અગ્નિકાંડ કેસમાં કુલ 16 આરોપી સામે ફરિયાદ દાખલ કરાઈ હતી, જે પૈકી એક આરોપીનું અગ્નિકાંડમાં મૃત્યુ થયું હોવાથી પોલીસે 15 આરોપીની ધરપકડ કરી ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી. આ કેસમાં કુલ 15 આરોપી પૈકી 5 આરોપી જામીન પર મુક્ત થતાં હવે 10 આરોપી રાજકોટ જેલમાં બંધ છે.

રાજકોટઃ TRP ગેમ ઝોન અગ્નિકાંડ કેસમાં ગુરુવારે કેસ ચાર્જફ્રેમ કરવામાં આવ્યો છે. આરોપી જયદીપ ચૌધરી દ્વારા મુદ્દત મગાતાં કોર્ટે આકરો દંડ કરવાનું કહેતાં તેણે અરજી પરત ખેંચી લીધી. ચાર્જ ફ્રેમ થઈ જતાં હવે સુનાવણી શરૂ કરાઈ, જેમાં હવે આગળ કયા સાક્ષીને પહેલા બોલાવવા એ અંગે જાણ કરાશે. રાજકોટ બાર કાઉન્સિલના પૂર્વ ઉપપ્રમુખ વકીલ સુરેશ ફળદુએ દાવો કર્યો છે કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં થયેલી ચકચારી દુર્ઘટનાની ઘટનામાં સૌથી ઝડપી ચાર્જ ફ્રેમ TRP અગ્નિકાંડ કેસમાં થયો છે. 25 મે 2024ના રોજ અગ્નિકાંડ થયો હતો અને હવે 17 જુલાઈએ ચાર્જ ફ્રેમ થયો છે. આમ 418 દિવસમાં ચાર્જ ફ્રેમ થઈ ગયો છે.કેસમાં કુલ 16 આરોપીગત 16 જુલાઈ 2025ના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા મનપાના તત્કાલીન ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરના જામીન મંજૂર કરાયા હતા. ઉલ્લેખનીય છે કે ગેમઝોન અગ્નિકાંડ કેસમાં કુલ 16 આરોપી સામે ફરિયાદ દાખલ કરાઈ હતી, જે પૈકી એક આરોપીનું અગ્નિકાંડમાં મૃત્યુ થયું હોવાથી પોલીસે 15 આરોપીની ધરપકડ કરી ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી. આ કેસમાં કુલ 15 આરોપી પૈકી 5 આરોપી જામીન પર મુક્ત થતાં હવે 10 આરોપી રાજકોટ જેલમાં બંધ છે.


comments powered by Disqus