કચ્છમાં મળી રહેલા ગોલ્ડન સ્ટોનની આરબ દેશોમાં ભારે માગ

Wednesday 23rd July 2025 05:54 EDT
 
 

નખત્રાણાઃ હવે કચ્છ જિલ્લાથી પણ ‘ગોલ્ડન સ્ટોન’ મળી રહ્યા છે, જેની આરબ દેશોમાં સુશોભન તરીકે ભારે માગ છે અને વિશેષ ક્રેઝ જોવા મળી રહ્યો છે. નખત્રાણાના પાવરપટ્ટી વિસ્તારમાં આવેલા પાલનપુર-બાડી ગામની સીમમાં આવેલા વોકળામાં સોના જેવા ચળકતા પથ્થરો જોવા મળી રહ્યા છે. આ વોકળો જે ઝુરા ગામના ડુંગરોથી આવે છે તે ‘સોનવો’ અને ‘સોનજર’ તરીકે પણ જાણીતો છે. સ્થાનિક લોકોમાં આ પથ્થરોને લઈને ઉત્સુકતા જોવા મળી રહી છે અને તેઓ સરકાર દ્વારા સંશોધન થાય તેવી માગ કરી રહ્યા છે. આ પથ્થર તોડવામાં આવે ત્યારે તેમાંથી સોના જેવી ઝીણી કણીઓ મળે છે, જો કે તેની કોઈ કિંમત નથી અને તે માત્ર પથ્થરસમાન જ છે.


comments powered by Disqus