અમદાવાદઃ ગુજરાતના ન્યાયાધીશ વિપુલ પંચોલીએ સોમવારે પટણા હાઈકોર્ટના 45મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા. રાજભવનમાં રાજ્યપાલ આરિફ મોહંમદે તેમને પદ અને ગુપ્તતાના શપથ અપાવ્યા. ન્યાયાધીશ વિપુલ પંચોલીના શપથગ્રહણ સમારંભમાં ગુજરાત હાઇકોર્ટના 10 ન્યાયાધીશ પણ પહોંચ્યા હતા. તેમણે 1991માં ગુજરાત હાઇકોર્ટમાં વકીલાત શરૂ કરી હતી. તેઓ 1 ઓક્ટોબર 2014માં ગુજરાત હાઇકોર્ટમાં અધિક ન્યાયાધીશ તરીકે નિયુક્ત થયા હતા અને જૂન 2016માં સ્થાયી ન્યાયાધીશ બન્યા હતા. 24 જુલાઈ 2023ના રોજ તેમની ટ્રાન્સફર પટના હાઇકોર્ટમાં થઈ હતી.

