ઘોઘંબાઃ પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રણજિતનગર ગામના ડેપ્યુટી સરપંચ અને ઘોઘંબા તાલુકા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ મિત્તલ પટેલ પર બે અજાણ્યા શખ્સે ફાયરિંગ કર્યું હતું. સદ્નસીબે ગોળી બાજુમાંથી નીકળી જતાં મિત્તલ પટેલનો જીવ બચી ગયો હતો.
15 જુલાઈએ મંગળવારે સાંજે 20થી 25 વર્ષના બે અજાણ્યા યુવક મોટરસાઇકલ પર મિત્તલ પટેલ પાસે આવ્યા હતા. તેમાંથી એક યુવકે મિત્તલ પટેલ પાસે ચેલાવાડા જવાનો રસ્તો પૂછ્યછયો હતો. થોડીવાર પછી તે જ વ્યક્તિ ફરી આવી હતી અને ફરીથી રસ્તો પૂછયા બાદ અચાનક અપશબ્દ બોલીને મિત્તલ પટેલના માથા તરફ બંદૂક તાકી ફાયરિંગ કર્યું હતું, જો કે નસીબજોગ
ગોળી મિત્તલ પટેલની એકદમ બાજુમાંથી નીકળી ગઈ હતી, જેના કારણે તેમનો
જીવ બચી ગયો હતો. ફાયરિંગ બાદ બંને આરોપી તાત્કાલિક ઘટનાસ્થળેથી ફરાર થઈ
ગયા હતા.