પ્રાચીઃ લંડન ખાતે યોજાયેલી વિમ્બલ્ડન ટેનિસ ટૂર્નામેન્ટ અંડર-14માં જૂનાગઢની દીકરીએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 4 પૈકી 2 મેચમાં જેન્સી કાનાબારે જીત મેળવી હતી. તેની રમત જોઈ મહાન ટેનિસ ખેલાડી માર્ટિના હિંગીસે પણ પ્રશંસા કરી જેન્સીને મહાન ખેલાડી ગણાવી હતી. મૂળ ડોળાસાના અને હાલ જૂનાગઢના ઝાંઝરડા ખાતે રહેતા શિક્ષક દીપક કાનાબારે પોતાનો રમતગમતનો શોખ પોતાની પુત્રીમાં બાળપણથી જ ઉતાર્યો હતો.
થોડા સમય પહેલાં દિલ્હીની ટૂર્નામેન્ટમાં જેન્સીએ ઉજ્જવળ દેખાવ કર્યો હતો. જેના લીધે તેને લંડન ખાતે પ્રતિષ્ઠિત વિમ્બલ્ડન ટૂર્નામેન્ટની અંડર-14 ટીમમાં રમવાનો અવસર મળ્યો હતો. એશિયન ટેબલ ટેનિસ રેન્કિંગમાં અંડર-14માં નંબર-1 ખેલાડી રહેલી જેન્સી કાનાબારે 4 મેચમાં ભાગ લીધો હતો. જેમાં સેરેસા જેક્શન સામે 6-4 4-6 અને 10-7થી જીત મેળવી હતી. જ્યારે ફ્લેવીયા સોઝા સામે જીત મેળવી હતી. તો લીવજીંગ સામે 7-6, 6-3થી અને લૌરા માર્સાકોવા સામે 6-4 7-6થી હાર થઈ હતી.