ખારવા સમાજે પરંપરાગત રીતે નવા નારોજની ઉજવણી કરી. ઉજવણી કરતાં સમસ્ત બાર ગામ ખારવા સમાજના વાણોટ પવનભાઈ શિયાળ અને પંચપટેલ સહિતના આગેવાનો ઢોલ-શરણાઈ સાથે ખારવા પંચાયત મઢીથી નીકળ્યા હતા. અસ્માવતી ઘાટ ખાતે દરિયાકિનારે આગેવાનોએ પૂજા-અર્ચના કરી દરિયાદેવને સાકર અને પુષ્પ અર્પણ કર્યા હતા.

