ભુજઃ કચ્છમાં બન્નીનાં ઘાસિયા મેદાનોમાં વન્યજીવનના વૈવિધ્યને સહાયરૂપ થવા ‘વનતારા’ના સહયોગથી 70 હેક્ટરના સંરક્ષિત વિસ્તારમાં 20 ચિત્તલ (સ્પોટેડ ડિયર)ને આયોજનબદ્ધ રીતે વસાવ્યાં છે. આ સહયોગી પહેલનો ઉદ્દેશ એશિયાના સૌથી મોટા ઘાસિયા મેદાનોમાં એક એવા એવા બન્નીમાં જૈવવિવિધતાને મજબૂત કરવાનો છે. વનતારાની અલાયદી સંરક્ષિત ફેસિલિટીથી સ્થળાંતરિત હરણોને ખાસ એમ્બુલન્સમાં કચ્છ લવાયાં હતાં. આ હરણોને છોડવાની પ્રક્રિયા વનવિભાગના સીધા નિરીક્ષણ હેઠળ કરાઈ હતી, જેમાં વનતારા દ્વારા સ્થાપિત સંરક્ષણ નિયમો અનુસાર પ્રક્રિયાને સરળ બનાવવા માટે તકનિકી અને સંસાધનોની સહાય પૂરી પડાઈ હતી.