ભચાઉના નેર પાસે 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

Wednesday 23rd July 2025 05:54 EDT
 
 

ભચાઉઃ કચ્છના ભચાઉ તાલુકામાં ગુરુવારે બપોરે 1:07 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર આ આંચકાની તીવ્રતા 3.2 નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 11 કિલોમીટર દૂર નેર ગામ પાસે હતું. ભૂકંપ ઝોન-5માં આવતા કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાતા રહે છે. વર્ષ 2001માં આવેલા વિનાશક ભૂકંપ બાદથી આ વિસ્તારમાં નાના-મોટા આંચકાઓનો સિલસિલો યથાવત્ છે. તાજેતરમાં 8 જુલાઈએ દુર્ગમ ખાવડાથી 65 કિલોમીટર દૂર આંતરરાષ્ટ્રીય સરહદ પર 2.7ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. 


comments powered by Disqus