ભારતની ફ્રાન્સ સાથે રૂ. 61 હજાર કરોડની ડિફેન્સ ડીલ

Wednesday 23rd July 2025 06:36 EDT
 
 

નવી દિલ્હીઃ ભારત અને ફ્રાન્સ રૂ. 61 હજાર કરોડના જેટ એન્જિનના સોદાની નજીક છે. આ 120kN એન્જિન AMCA અને IMRH માટે હશે. આ સોદામાં HAL ફ્રાન્સ સાથે સહવિકાસ કરશે, જે સંરક્ષણ સ્વનિર્ભરતામાં વધારો કરશે. ટેક્નોલોજી ટ્રાન્સફર ભારતને નવી ઊંચાઈ પર લઈ જશે અને સુરક્ષાને મજબૂત બનાવશે. ટેકનિકલ સમિતિએ એન્જિન ઉત્પાદન, ડિઝાઇન, ઉત્પાદન અને પરીક્ષણની દરેક વિગતોની તપાસ કરી છે. HAL અને ફ્રેન્ચ કંપનીઓ આના પર સાથે મળીને કામ કરશે.
ભારતે બનાવી વિશ્વની સૌથી ઝડપી મિસાઇલ
ભારતે એક ખાસ પ્રોજેક્ટ હેઠળ હાઇપર સોનિક ક્રૂઝ મિસાઇલ (ET-LDHCM)નું પરીક્ષણ કર્યું છે. આ મિસાઇલ ભારતના હાલના બ્રહ્મોસ, અગ્નિ અને આકાશ કરતાં વધુ અદ્યતન છે અને 11 હજાર કિલોમીટરની ઝડપે દુશ્મન પર તૂટી પડે છે. ભારતની આ નવી મિસાઇલની ખાસિયત તેનું સ્ક્રેમજેટ એન્જિન છે. જૂનાં એન્જિનોને તેમની સાથે ઓક્સિજન લઈ જવો પડતો હતો, પરંતુ સ્ક્રેમજેટ એન્જિન હવાથી જ ઓક્સિજન ખેંચે છે. તેથી મિસાઇલનું વજન ઓછું થાય છે.


comments powered by Disqus