ભારતને વધુ 3 અપાચે ગાર્ડિયન હેલિકોપ્ટર મળ્યાઃ જોધપુરમાં તહેનાત કરાયાં

Wednesday 23rd July 2025 06:36 EDT
 
 

રણમાં જમીન પર હુમલો કરવા માટે સૌથી ખતરનાક હથિયાર એએચ-64 ઈ અપાચે ગાર્ડિયન હેલિકોપ્ટરનો પહેલો જથ્થો ભારત પહોંચી ગયો છે. તેમાં 3 એટેક હેલિકોપ્ટરનો સમાવેશ થાય છે, જ્યારે બાકીનાં 3 હેલિકોપ્ટર આ વર્ષના અંત સુધીમાં આવવાની ધારણા છે. ‘હવાઈ ટેન્ક' નામના આ હેલિકોપ્ટરની તહેનાતી જોધપુર લશ્કરી સ્ટેશન પર થઈ છે. હવે યુએસ આર્મીની જેમ ભારતીય આર્મી પણ જમીન પર હુમલો કરવા માટે આ ઘાતક હથિયારનો ઉપયોગ કરી શકશે. સંરક્ષણ મંત્રાલયે 2022માં સેના માટે 6 હેલિકોપ્ટર ખરીદવા માટે બોઇંગ સાથે કરાર કર્યો હતો.


comments powered by Disqus