યુનિવર્સિટી ઓફ સાઉધમ્પટન ભારતમાં કેમ્પસ ખોલનારી પ્રથમ આંતરરાષ્ટ્રીય સંસ્થા બની છે. યુનિવર્સિટી ઓફ સાઉધમ્પટન દિલ્હી ભારતીય વિદ્યાર્થીઓને તેમના વતનને છોડ્યા વિના વિશ્વની ટોપ 100 યુનિવર્સિટીમાં પૈકી એક પાસેથી પ્રતિષ્ઠિત ડિગ્રી મેળવવાની તક આપશે. યુકેના પ્રતિષ્ઠિત રસેલ ગ્રૂપની સ્થાપક યુનિવર્સિટી ઓફ સાઉધમ્પટન તેની શૈક્ષણિક ઉત્કૃષ્ટતા માટે પ્રખ્યાત છે. અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી પ્રોગ્રામ્સમાં બિઝનેસ મેનેજમેન્ટ, એકાઉન્ટ એન્ડ ફાઇનાન્સ, કોમ્પ્યુટર સાયન્સ, ઈકોનોમિક્સ, ફાઈનાન્સના વિષયો રહેશે.

