અંજારઃ શનિવારે ઢળતી રાત્રે પરસેવે રેબઝેબ અને હેબતાયેલો સીઆરપીએફના જવાન દિલીપ ડાંગચિયા અંજાર પોલીસ મથકે પહોંચ્યો હતો અને પોલીસ ઓફિસરને તેણે મર્ડર કર્યું હોવાનું કહે છે. આ વાતથી દંગ પોલીસે તપાસ કરતાં અંજાર પોલીસ મથકે જ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતાં 25 વર્ષીય મહિલા અરુણા જાદવનું જ ખૂન કર્યું હોવાનું બહાર આવતાં પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામ્યો હતો.
અરુણા અને તેના પુરુષમિત્ર દિલીપ ડાંગચિયા વચ્ચે કોઈક બાબતને લઈને બોલાચાલી થઈ હતી, જેમાં ઉશ્કેરાટમાં દિલીપે અરુણાનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. હત્યા કરનારો દિલીપ મણિપુરમાં સીઆરપીએફમાં ફરજ બજાવે છે. અરુણાની હત્યા કર્યા બાદ દિલીપ સામેથી અંજાર પોલીસ મથકે હાજર થઈ ગયો હતો.