સુરતઃ ખાડીપૂરની ગંભીર સમસ્યાના કાયમી નિવારણ માટે તંત્ર દ્વારા આખરે કડક કાર્યવાહી શરૂ કરાઈ છે. એક ઉચ્ચસ્તરીય બેઠક બાદ સુરત મહાનગરપાલિકાએ કલેક્ટરના માર્ગદર્શનમાં સંયુક્તપણે મેગા ડિમોલિશન ઝુંબેશ હાથ ધરી. એક બાજુ સુરતના પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈની બેઠક યોજાઈ હતી, બીજી બાજુ વરાછા વિસ્તારમાં કોયલી ખાડી આસપાસનાં દબાણો હટાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. વરાછાના બૂટભવાની નજીક કોયલી ખાડીની આસપાસનાં 6 જેટલાં બિલ્ડિંગોને તોડી પડાયાં.