અમદાવાદઃ ચાઇનીઝ ફટાકડા અને ફટાકડાની દાણચોરી પર મોટી કાર્યવાહીમાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) એ ‘ઓપરેશન ફાયર ટ્રેઇલ’ નામના એક ઓપરેશનમાં નવી મુંબઈના ન્હાવા શેવા બંદર, મુન્દ્રા બંદર અને કંડલા બંદરે મળી 7 કન્ટેનરમાં છુપાવેલા આશરે રૂ. 35 કરોડના મૂલ્યના ચાઇનીઝ ફટાકડા જપ્ત કર્યા છે.100 મેટ્રિક ટન વજનના આ ચાઇનીઝ ફટાકડા KASEZ યુનિટ અને ચોક્કસ IEC ધારકોના નામે ગેરકાયદે આયાત કરવામાં આવ્યા હતા, તેમને મિની ડેકોરેટિવ પ્લાન્ટ્સ, કૃત્રિમ ફૂલ અને પ્લાસ્ટિક મેટ્સ તરીકે ખોટી રીતે જાહેર કરીને એક્સપોર્ટ કરાયા હતા. નોંધનીય છે કે, આમાંથી કેટલાક કન્સાઇન્મેન્ટ કંડલા SEZ દ્વારા KASEZ યુનિટ દ્વારા ડોમેસ્ટિક ટેરિફ એરિયા (DTA) માં ડાઇવર્ઝન કરવાના ઇરાદાથી મોકલાયા હતા. SEZ યુનિટના ભાગીદાર, મુખ્ય વ્યક્તિ, ખોટી જાહેરાત અને SEZ જોગવાઈના દુરુપયોગ દ્વારા ચાઇનીઝ ફટાકડાની દાણચોરીમાં સક્રિય રીતે સંડોવાયેલા હોવાનું જણાતાં તેની ધરપકડ કરાઈ છે. ફટાકડાની આયાત ITC (HS) વર્ગીકરણ ઓફ ધ ફોરેન ટ્રેડ પોલિસી હેઠળ પ્રતિબંધિત છે અને વિસ્ફોટક નિયમો 2008 હેઠળ DGFT અને પેટ્રોલિયમ અને વિસ્ફોટકો સલામતી સંગઠન (PESO) પાસેથી લાઇસન્સ જરૂરી છે. આ ફટાકડામાં લાલ સીસું, કોપર ઓક્સાઇડ, લિથિયમ જેવાં પ્રતિબંધિત રસાયણો હોય છે.