ચાંગા: ચારુસેટ હોસ્પિટલ માટે રૂ. 3 કરોડથી વધુનું દાન આપનારા મૂળ ચાંગાના વતની અને હાલમાં USA સ્થિત વિખ્યાત ઇન્ટર્નિસ્ટ અને દાતા ડો. અરુણભાઈ ડાહ્યાભાઈ પટેલ અને ડેન્ટિસ્ટ ડો. અંજના અરુણભાઈ પટેલને 22 સપ્ટેમ્બરે દાનભાસ્કર એવોર્ડ એનાયત કરાયો. આ પ્રસંગે દીપપ્રાગટ્ય અને રિબિન કટિંગ સાથે ‘ડો. અરુણ ડાહ્યાભાઈ પટેલ એન્ડ ડો. અંજના અરુણ પટેલ સીટી સ્કેન સેન્ટર’નું લોકાર્પણ ઉપરાંત તક્તીનું અનાવરણ કરાયું હતું. દર્દીઓના હાર્ટ ડીસીસના નિદાન માટે ચારુસેટ હોસ્પિટલમાં અદ્યતન કાર્ડિયાક સીટી સ્કેનર સિસ્ટમની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે.
લોકાર્પણ સમારંભના અધ્યક્ષસ્થાને ચારુસેટના પ્રમુખ સુરેન્દ્રભાઈ પટેલ, માતૃસંસ્થાના પ્રમુખ કિરણ પટેલ, સોજિત્રાના ધારાસભ્ય અને CHRFના પ્રમુખ વિપુલભાઈ પટેલ, માતૃસંસ્થા–કેળવણીમંડળ–CHRFના મંત્રી એમ.સી. પટેલ, કેળવણી મંડળના ઉપપ્રમુખ સી.એ. પટેલ, ટ્રસ્ટી વીરેન્દ્ર પટેલ, સહમંત્રી મધુબહેન પટેલ અને ગિરીશભાઈ પટેલ, ખજાનચી ગિરીશ પટેલ, ચારુસેટ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડો. અતુલ પટેલ, દાતા પરિવારનાં સ્વજનો, માતૃસંસ્થા–કેળવણી મંડળ-ચારુસેટના પદાધિકારીઓ, હોદ્દેદારો, અનુપમ મિશનના રતિકાકા અને સંતો, વિપુલ પટેલ, ડી.સી. પટેલ અને મેહુલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

