વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગરમાં સમુદ્ર સે સમૃદ્ધિ કાર્યક્રમની જાહેર સભાના મંચ પર પહોંચ્યા ત્યારે તેમણે સૌનું અભિવાદન કરતી વખતે રાજ્ય કક્ષાના મંત્રી પરસોત્તમ સોલંકીને જોયા હતા. આ સાથે જ મોદી તેમને મળવા તેમની નજીક ગયા ત્યારે સોલંકી તેમને જોશમાં ભેટી પડ્યા હતા. સોલંકી આ આલિંગન છોડતા ન હતા ત્યારે જીતુ વાઘાણીએ તેમનો હાથ ખેંચીને મોદીને માંડ મુક્ત કરાવ્યા હતા તે પછી કાર્યક્રમ શરૂ થયો.

