મુંબઈઃ શનિવારે વડાપ્રધાન મોદીએ મુંબઈના બેલાર્ડ પિયર ખાતે મુંબઈ ઇન્ટરનેશનલ ક્રૂઝ ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું, જે દેશનું સૌથી મોટું ક્રૂઝ ટર્મિનલ છે. આ ટર્મિનલ વાર્ષિક રૂ. 10 લાખ મુસાફરોને સંભાળવા સક્ષમ છે અને મુંબઈને ક્રૂઝ પર્યટન કેન્દ્ર તરીકે સ્થાપિત કરશે. ‘ક્રૂઝ ઇન્ડિયા મિશન’ હેઠળ વિકસાવવામાં આવેલું આ ટર્મિનલ ભારતના દરિયાઈ માળખાને મજબૂત બનાવશે.
4,15,000 ચોરસ ફૂટથી વધુ વિસ્તારમાં ફેલાયેલું આ ટર્મિનલ એકસાથે 5 ક્રૂઝ જહાજને સમાવી શકે છે, તેમાં 72 ચેક-ઇન અને ઇમિગ્રેશન કાઉન્ટર બનાવાયેલા છે, જેનાથી મુસાફરોને ઝડપી અને સરળ અનુભવ થઈ શકે.

