મોરેશિયસના વડાપ્રધાન નવીનચંદ્ર રામગુલામ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને મળ્યા. મુલાકાત દરમિયાન બંને નેતાઓ એકબીજાને ખૂબ જ ઉષ્માસભર રીતે મળ્યા અને ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી. આ દરમિયાન બંને નેતાઓ સંમત થયાં કે બંને દેશો વચ્ચેના સંબંધો અનોખા અને સહિયારા ઇતિહાસ, ભાષા, સંસ્કૃતિ, મૂલ્યો પર આધારિત છે.

